Wednesday, October 30, 2024
HomeGujaratટંકારાના નસીતપર ગામે જઘન્ય ઘટના : ચાર કિશોરોએ બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું...

ટંકારાના નસીતપર ગામે જઘન્ય ઘટના : ચાર કિશોરોએ બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વિડીયો વાયરલ કરતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

ટંકારાના નસીતપર ગામે જઘન્ય ઘટના : ચાર કિશોરોએ બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, વિડીયો વાયરલ થતા ફૂટ્યો ભાંડો : કિશોરોની પાપલીલાનો વિડીઓ વાયરલ થયા બાદ ભોગ બનનાર બાળકના પિતા સુધી પહોંચતા ભાંડો ફૂટ્યો

- Advertisement -
- Advertisement -

ટંકારા પંથકમાં ચાર કિશોરોએ મળીને દસ વર્ષ ના બાળકને ફોસલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે. ઉપરાંત આ બનાવનો વીડિયો બનાવીને કિશોરોએ તેને વાયરલ કર્યો હતો. આ મામલે આજે ટંકારા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ટંકારા તાલુકા એક ગામમાં રહેતા બાળક ઉપર દોઠ માસ પહેલા તે જ ગામના આશરે ૧૫ થી ૧૮ વર્ષની વય ધરાવતા 4 કિશોરોએ મળીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. એક કિશોરે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારીને તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યો હતો. આ વીડિયો ભોગ બનનાર બાળકના પિતાના ધ્યાને આવતા તેઓને સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી બાદમાં ભોગ બનનાર બાળકના પિતાએ 4 કિશોરો સામે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ એલસીબી અને ટંકારા પોલીસે ફરિયાદના આધારે ચારેય કિશોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. મળતી મહિતિ મુજબ આ વીડિયો દોઢ મહિના પૂર્વેનો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કિશોરોએ એકથી વધુ વખત બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. હાલ આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતાં મુજબ આ વિડીયો વાયરલ બાદ ભોગવનાર વાલી એ આરોપી ના વાલી ને આ ઘટના અંગે વાત કરી હતી અને વિડિયો વાયરલ ન કરવા જણાવ્યું હતું પરંતુ સોશ્યલ મિડીયા મા આ વિડીયો બહાર આવતા પિતા એ આજે ટંકારા પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!