Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

મોરબી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

મોરબીની નીલકંઠ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃ શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સ્વબળે સઘર્ષ કરીને સમાજમાં મોભાદાર સ્થાન પ્રાપ્ત કરનાર ભગિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. માતૃશક્તિના સન્માન કાર્યક્રમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ અધ્યક્ષતામાં અને દક્ષાબેન અમૃતિયા પ્રધાનચાર્ય શિશુ મંદિરની વિશેષ ઉપસ્થિતમાં યોજાયો હતો.આ તકે ઈલાબેન ગોહિલ કે જેઓ બંને પગે દિવ્યાંગ હોવા છતાં માતાપિતાની હુંફથી સ્વબળે આગળ વધી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે એમનું સન્માન કરાયું હતું વધુમાં ચેતનાબેન અમૃતિયા કે જેમને ડાયાબિટીસ હોવાના કારણે કિડનીમાં કષ્ટદાયક ડાયાલિસિસ વર્ષો સુધી કરાવવાના કારણે કિડની પણ ખરાબ થઈ ગઈ,સ્વાદુ પિંડ પણ ખરાબ થઈ ગયું, કિડની ટ્રાન્સ પ્લાન્ટ કરવામાં આવી, પગમાં ગેગરીન થઈ જવાના કારણે ગોઠણથી ઉપરના બંને પગ કપાવવા પડ્યા છતાં તેઓ હિંમત હાર્યા વગર હાલ મહેન્દ્રનગર શાળામાં ભાષાના શિક્ષિકા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. આ ઉપરાંત અનસ્ટોપેબલ વોરીયર ટ્રષ્ટના હેતલબેન પટેલ, રોટરી ક્લબના પ્રમુખ બંસીબેન શેઠ, એસ.પી કચેરીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને જેમને માઉન્ટેન ગર્લ નું બિરુદ આપી શકાય તેવા ભૂમિકાબેન પટેલ, મુખ્યમંત્રી દ્વારા પણ સન્માનિત થયેલભાવિકાબેન જગોદ્રા, 1100 જેટલી બહેનો ને કાર ચલાવતા શીખવનાર ચંદ્રિકાબેન અજાણી, બેન્ક કર્મયોગી, રિસોર્સ રૂમમાં દિવ્યાંગોને જીવન કૌશલ્યો શીખડાવવા,દિવ્યાંગોને મળતા લાભો અપાવવા વગેરે પ્રવૃત્તિઓ કરે છે તેવા શિલ્પાબેન ભટાસણા સહિતની માતૃ શક્તિઓનું સન્માનપત્ર અને ડૉ.સતીષ પટેલ લિખિત બાળ ઉછેર બે હાથમાં પુસ્તક દ્વારા સન્માન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

આ તકે નવયુગ વિદ્યાલયના પ્રમુખ સગીતાબેન વડસોલા અને વકીલ કાજલબેન ચંડીભ્રમર વકીલ અને જુવેનાઈલ જસ્ટિસ કમિટીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું આભાર દર્શન કિરણબેન આદ્રોજા મહિલા મંત્રી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિલ્પાબેન ભટાસણા આઈ.ઈ.ડી. કો.ઓર્ડીનેટરે કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા નિલકંઠ વિદ્યાલયના કેમ્પસ ડારેક્ટર જીત વડસોલાએ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!