Monday, May 6, 2024
HomeGujaratમોરબીમાં માતાને મોતને ઘાટ ઉતારનાર આરોપી પિતા વિરુદ્ધ પુત્રીએ ફરિયાદ નોંધાવી

મોરબીમાં માતાને મોતને ઘાટ ઉતારનાર આરોપી પિતા વિરુદ્ધ પુત્રીએ ફરિયાદ નોંધાવી

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં પતિએ ઘરકંકાશ અને શંકા કુશંકા કરી પત્નીને ગઈકાલે લોખંડના દસ્તાના બેરહેમીથી  પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ બનાવને લઈને તેની પુત્રીએ પિતા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનાગરમાં ગઈકાલે હત્યાનો બનાવ અવકાશમાં આવ્યો હતો જેમાં પ્રવીણ મંછારામ કુબાવતે દસ્તાના ઘા ઝીકી પોતાની પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવતની હત્યા નિપજાવી હતી આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પતિ નાસી છૂટ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પતિ પ્રવીણ કુબાવત અવારનવાર નશો કરીને આવતો હતો અને પતિ પત્ની વચ્ચે ઘર કંકાશ થતો હતો આ ઘરકંકાશમાં પત્નીએ જીવ ગુમાવ્યો હતો.આ ઘટના ગીચ વિસ્તારમાં બનતા આજુબાજુના લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા મોરબી શહેર બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને તેમની પુત્રી ઉર્વીસાબેન મેહુલભાઇ રામાનંદી (ઉ.વ-૨૪ રહે-હાલ મોરબી-૨ હરીપાર્ક શેરી નં-૪ મા હરદાસભાઇ પટેલના મકાનમા ભાડેથી મુળ હળવદ)એ આરોપી પિતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત વિરૂદ્ધ
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે કલમ-૩૦૨ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ તેજ બનાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!