મોરબી જીલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેથી મોરબી હળવદ માળીયા મી.ટંકારા માં માવઠું થયું હતું : ખેતરોમાં પડેલા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યાં.
મોરબી જીલ્લામાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણ માં પલટો આવી ગયો હતો અને શુષ્ક અને ઠંડી આબોહવા અને ઝડપી પવન ફૂંકાયો હતો જેમાં ત્રણ થી ચાર કલાક બાદ ફૂંકાયેલા આ પવન બાદ વરસાદ પણ આવ્યો હતો અને ખેડૂતોના પાકને નુકસાન પણ કર્યું હતું જેમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા અને હળવદ પંથકમાં ઠંડો પવન ફૂંકાયો હતો ત્યારે માળીયા મી.ના કુંભારીયા,વેણાંસર,ઘાટીલા,વેજલપર ખાખરેચી રોહિશાળા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ સાથે કરા પડ્યા જેમાં ગ્રામજનોના જણાવ્યાં અનુસાર આ કરા સોપારીથી પણ મોટા હોવાનું જાણવા મળ્યું છે મોડી સાંજથી મોરબી વાતાવરણમાં પલટો ખેડૂતોમાં ચિંતાનું મોજું લઈને આવ્યો છે અને આ કમોસમી વરસાદના લીધે મોરબી જીલ્લાના ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.આ સીઝનમાં મોરબીના સૌથી વધુ વરસાદ પડેલા વિસ્તારમાં માળીયા મી.અને હળવદ નો સમાવેશ થાય છે ત્યારે માળીયા મી.ના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેડૂતોએ અજમો,રાય,લસણ,ડુંગળી સહિતના પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે અને મોટા ભાગના ખેડૂતોએ તો આ પાક લણીને ખેતરોમાં રાખી દીધો છે ત્યારે આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને મોં માં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ થાય છે હજુ પણ માળીયા મિયાણા પંથકમાં આ કમોસમી વરસાદ ધોધમાર ચાલુ જ છે ત્યારે આગામી સમયમાં ખેડૂતોને કેટલી પાયમાલી થશે એ કહેવું અત્યંત મુશ્કેલ છે હાલ તો જગતના તાત આ કમોસમી વરસાદ ને રોકવા પ્રાર્થના કરી રહ્યા છે.