ગુજરાત સરકાર દ્વારા GMERS કોલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો હતો. જેને હવે સરકાર દ્વારા પરત ખેંચવામાં આવતાં વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત થઈ છે.આ મામલે વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે સરકાર વિચારણા કર્યા બાદ GMERS કોલેજોમાં ફી વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ અંગે મોરબીમાં મેડિકલ કોલેજમાં કરેલો ફી વધારો પાછો ખેંચવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત પણ કરાઈ હતી. અને હવે ફી વધારો મોકૂફ રખાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોરબીના વાલીઓના જણાવ્યા અનુસાર અનુસાર, હાલ મેડિકલ અભ્યાસ કરવા માટેની ફીના ધોરણોમાં ખુબજ અસમાનતા જોવા મળે છે, સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને GMERS મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે, છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે એમાંય વળી હમણાં જ GMERS 13 મેડિકલ કોલેજોની, સરકારી કવોટાની 67 % એટલે કે 5.50 લાખ જ્યારે મેનેજમેન્ટ કોટાની 88% એટલે કે 17.00 લાખ અચાનક જ અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે આમારા બાળકોનું ડોક્ટર બનવાનું સપનું માત્ર સપનું રહી જશે તેવું લાગી રહ્યું હતું. કારણ કે ટૂંક સમયમાં એટલી મોટી રકમની વ્યવસ્થા કરવી એ કોઈપણ વાલી માટે, જે મધ્યમ વર્ગ છે એમના માટે અશક્ય છે. અચાનક ફી વધારાને કારણે ગુજરાતના 2000 થી વધારે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ડોકટર બનવાનું પોતાનું સપનું અધૂરું ન રહી જાય તે માટે આ અસહ્ય ફી વધારાને અટકાવીને હજારો વિદ્યાર્થીઓનું ભાવી સુનિશ્ચિત કરવા ઘણાં બધાં વાલીઓ વિદ્યાર્થીઓએ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને ગુજરાતના મુખ્યમંત્રીને અંગત ભલામણ કરવા આવેદન અપાયું હતું, જેને લઈ દુર્લભજીભાઈ દેથરીયાએ રવિવારના દિવસે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખુબજ સરસ રીતે સાંભળ્યા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એ બાબતેં પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. એવી ખાત્રી આપી હતી. તેમજ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પત્ર લખી અંગત ભલામણ પણ કરી અને એમના અંગત પી.એ. સાથે ટેલિફોનિક વાત પણ કરી હતી. આવી રજૂઆત થતા સરકાર દ્વારા ફી વધારો મોકૂફ રખાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા અને સરકાર અને દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર પ્રકટ કર્યો હતો.