Thursday, June 18, 2026
HomeGujaratસ્વ. ધવલભાઈની છઠ્ઠી પુણ્યતિથિએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ, ૧૨૧ બોટલ રક્ત એકત્રિત

સ્વ. ધવલભાઈની છઠ્ઠી પુણ્યતિથિએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ, ૧૨૧ બોટલ રક્ત એકત્રિત

લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ, ઇડન ગ્રુપ અને રાકજા પરિવારના સંયુક્ત આયોજનને મળ્યો જબરો પ્રતિસાદ.

- Advertisement -
- Advertisement -

મોરબી: સ્વ. ધવલભાઈની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સ્વામિનારાયણ સંસ્કારધામ જીઆઇડીસી ખાતે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૨૧ બોટલ રક્ત એકત્રિત થયું હતું. લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ, ઇડન ગ્રુપ અને રાકજા પરિવારના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.

લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ, ઇડન ગ્રુપ તેમજ રાકજા પરિવાર દ્વારા સ્વ. ધવલભાઈની છઠ્ઠી પુણ્યતિથિના અવસરે તા.૧૭ જૂન ૨૦૨૬ના રોજ સ્વામિનારાયણ સંસ્કારધામ જીઆઇડીસી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા સતત છ વર્ષથી યોજાતા આ સેવાકીય કાર્યક્રમનો પ્રારંભ સવારે ૮ વાગ્યે સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન કુલ ૧૨૧ બોટલ રક્ત એકત્રિત થયું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. આ કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પણ સહભાગી બની હતી. કાર્યક્રમને સફળ બનાવવા ઇડન ગ્રુપ, રાકજા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ તેમજ પી.જી. પટેલ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ડો. ખીમજીભાઈ રાકજા અને તેમના પરિવારજનોએ સંસ્કાર બ્લડ બેન્ક તથા રમેશભાઈ પટેલ સહિત તમામ સહયોગીઓ અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!