Thursday, June 18, 2026
HomeGujaratમોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૧૦૦ પરિવારોને ચૂલાનું વિતરણ

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૧૦૦ પરિવારોને ચૂલાનું વિતરણ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા પાડા પુલ નીચે વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારોને જીવનોપયોગી સહાયરૂપે ૧૦૦ ચૂલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં દાતાઓ અને બી ડિવિઝન પોલીસ સ્ટાફનો સહયોગ રહ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તા.૧૬ જૂને સામાજિક જવાબદારીના ભાગરૂપે પાડા પુલ નીચેની ઝૂંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારો માટે ચૂલા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કુલ ૧૦૦ ચૂલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝૂંપડપટ્ટીમાં રહેતા અનેક પરિવારો આજે પણ રસોઈ માટે અપૂરતી અને અસુરક્ષિત વ્યવસ્થાનો ઉપયોગ કરતા હોવાથી તેમને વધુ સુરક્ષિત અને સુવિધાજનક રીતે ભોજન બનાવી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવી હતી. ચૂલા મળતા લાભાર્થી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ સેવાકીય પ્રકલ્પ માટે શ્રીમતી સાધનાબેન ઘોડાસરા, શ્રીમતી કાજલબેન અદ્રોજા અને શ્રીમતી ચંદાબેન કાબરાએ આર્થિક સહયોગ આપ્યો હતો. ઉપરાંત બી ડિવિઝન પોલીસ સ્ટાફે પણ આયોજન અને વિતરણ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાએ ભવિષ્યમાં પણ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી ઉપયોગી સહાય પહોંચાડવાના પ્રયાસો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!