મોરબી જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તમામ તાલુકોમાં સચરાચર વરસાદ વરસી રહ્યો છે. મોરબી જીલ્લામા સાંજના ૪ થી ૬ વાગ્યાના સમયગાળા સુધીમાં ટંકારા તાલુકામાં ૫૮ મિમી અને માળિયા મિયાણા તાલુકામાં ૧૦ મિમી વરસાદ નોંધાયો છે વધૂમા મોરબીમાં ૭ મિમી અને હળવદમાં ૧૬ મિમી વરસાદ પડ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.
મોરબી જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે ટંકારા તાલુકાના
બંગાવડી ડેમ અને ડેમી – ૧ ડેમમાં વરસાદી પાણી ઠાલવતા નવા નીરની આવક થઈ છે વધુમાં બંગાવડી ડેમ પુરી સપાટીએ ભરાઈ જતા ડેમના નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ડેમના પટ માં અવર જવર ન કરવા બંગાવડી, ટીંબડી, રસનાળ, ટંકારા, જોડીયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
બીજી તરફ ટંકારા તાલુકાનો ડેમી ૧ ડેમ 80 ટકા સપાટી એ ભરાતા નીચાણવાળા વિસ્તારો મીતાણા, ટંકારા, રાજાવડ, હરીપર, હરબટીયાળી અને ભૂતકોટડા સાહિતના નિચાણવાળા વિસ્તરોના લોકોને નદીના પટમાં ન જવા સુચના આપવામા આવી છે.