મોરબી : હવામાન વિભાગની આગામીને પગલે મોરબી પંથકમાં મેઘરાજાની પધરામણી શરૂ થઈ છે. કાળાડિબાંગ વાદળોની હડિયાપટ્ટી વચ્ચે બપોરના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
મોરબી પંથકમાં મેઘરાજે વિરામ ફરમાવ્યા બાદ આજથી હવામાન ખાતાની આગાહીને લઈને ફરી મેઘ મહેર શરૂ થઈ છે. સુસવાટા મારતા પવન સાથે મેઘ રાજાએ વહાલ વરસાવતા મોરબી ના શનાળા રોડ,રવાપર રોડ, શહેરના દરબાર ગઢ, રવાપર રોડ, શનાળા રોડ, સાવસર પ્લોટ, શનાળા બાયપાસ, મહેન્દ્રનગર, રવાપર સહિતના વિસ્તારોમાં લોકોને ઉકળાટમાથી રાહત મળી હતી. ધોધમાર વરસાદને પગલે નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે.