હવામાન વિભાગની આગાહી મુજબ આજે મોરબીમાં વરસાદ વરસ્યો હતો. બે દિવસનાં સખત બફારા બાદ આજે વરસાદ વરસતા લોકોમાં ખુશી છવાઈ હતી. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. ખેડુતો દ્વારા પણ વરસાદ વરસતા સારી વાવણીની આશા વ્યક્ત કરવામાં આવી છે. બફારાથી ત્રાહિમામ મોરબીની પ્રજાને વરસાદ પડતાં હાંસકારો થયો હતો. હાલ મોરબી શહેર સહિત રાજપર, ખાનપર, ચાંચાપર સહિતનાં ગ્રામ્ય પંથકનાં ગામોમાં વરસાદ પડ્યો હોવાનાં સમાચાર સાંપડી રહ્યા છે.