Friday, July 3, 2026
HomeGujaratમોરબીમાં માનસિક બીમારીથી પીડિતનું છત પરથી પડી જતાં સારવાર દરમિયાન મોત

મોરબીમાં માનસિક બીમારીથી પીડિતનું છત પરથી પડી જતાં સારવાર દરમિયાન મોત

મોરબીના ધર્મનગર સોસાયટીમાં રહેતા માનસિક બીમારીથી પીડિત સંજયભાઈ સિંધવ છત પરથી નીચે પડી જતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રાજપર રોડ સ્થિત ધર્મનગર સોસાયટીમાં રહેતા સંજયભાઈ અમૃતલાલ સિંધવ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા. દરમિયાન તેઓ પોતાના ભાઈના ઘરના બીજા માળની છત પરથી નીચે પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગત તા.૦૧ જુલાઈના રોજ સારવાર દરમિયાન ફરજ ઉપર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે અ.મોત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!