Friday, March 29, 2024
HomeGujaratમોરબીના જીઆઈડીસી નજીક મેટલ ફેક્ટરીમાં મોડી રાત્રે આગ ભભૂકી ઊઠી : આગનું...

મોરબીના જીઆઈડીસી નજીક મેટલ ફેક્ટરીમાં મોડી રાત્રે આગ ભભૂકી ઊઠી : આગનું કારણ અકબંધ

મોરબીના શનાળા રોડ પર આવેલી જી.આઈ.ડી.સી.ના નાકા પાસે આવેલી અશ્વિન મેટલ વર્ક નામની ફેકટરીમાં મંગળવારે મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા ફાયરની ટીમને જાણ કરી હતી. જેના પગલે મોરબી ફાયર વિભાગના નિલેશ રાઠોડ, રૂપેશભાઈ, સતારભાઈ સહિતની ટીમ ચીફ ફાયર ઓફીસર એચ.કે. દવેની આગેવાનીમાં દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ફેકટરી માલિકે પણ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!