Friday, March 29, 2024
HomeGujaratમોરબી તાલુકા ના રંગપર નજીક ટેન્કર રિવર્સ લેતી વખતે હડફેટે લેતા એકનું...

મોરબી તાલુકા ના રંગપર નજીક ટેન્કર રિવર્સ લેતી વખતે હડફેટે લેતા એકનું મોત

મોરબી તાલુકાના રંગપર નજીક ટેન્કરચાલકે રિવર્સ લેતી વખતે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગત તા. 9ના રોજ મોરબીના જેતપર રોડ પર રંગપર નજીક ભોલે હોટલ પાસે ટેન્કર નં- GJ-12-W-7243 એ ટેન્કર બેદરકારીપૂર્વ પુરઝડપે રીવર્સમાં લેતા સુરેશભાઇ અમરસિંગ ચન્ડેલને પાછળના જોટામાં હડફેટમાં લઇ એક્સીડન્ટ કરતા માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. આથી, સુરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ જીતેન્દ્રભાઇ અમરસીંગભાઇ ચન્ડેલએ ફરિયાદ લખાવતા પોલીસે ટેન્કરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!