Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના ગોર ખીજડીયા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલક આધેડનું...

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલક આધેડનું મોત

અકસ્માતનાંં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના ગોર ખીજડીયા ગામના રહેવાસી ભુદરભાઇ લાલજીભાઇ મોરડીયા (ઉ.વ.પ૭) ગત તા.૧ ના રોજ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. જીજે-૦૩-એફઈ-૫૩૩૫ માં અમેરલી ગામની સીમ મોરબી બાયપાસ રોડ ગોર ખીજડીયા ગામ તરફના જવાના જુના રસ્તા વાળી ચોકડીએ પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર નં. જીજે-૩૬-બી-૬૩૧૧ નો ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે બેફિકરાઈથી ચાલવી આધેડને બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક ચાલક આધેડને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર પીન્ટુભાઇ ભુદરભાઇ મોરડીયાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!