Wednesday, October 21, 2026
HomeGujaratમોરબીમાં દુર્ગા પૂજા દરમિયાન હાર્ટ એટેકથી પશ્ચિમ બંગાળના આધેડનું મોત

મોરબીમાં દુર્ગા પૂજા દરમિયાન હાર્ટ એટેકથી પશ્ચિમ બંગાળના આધેડનું મોત

મોરબીના લખધીરવાસ ચોકમાં દુર્ગા પૂજા દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતાં મૂળ પશ્ચિમ બંગાળના ૪૮ વર્ષીય આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુની મળતી વિગતો મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના નદિયા જીલ્લાના બબલુ શાંતીરામ જોયરદાર ઉવ.૪૮ હાલ મોરબી-૨ના મહેન્દ્રનગર વિસ્તારમાં ગાયત્રીનગરમાં રહેતા હતા. ગઈકાલ તા.૨૦ ઓક્ટોબરની રાત્રે સાડા બાર વાગ્યા આસપાસ લખધીરવાસ ચોકમાં દુર્ગા પૂજામાં હાજર હતા ત્યારે બબલુભાઈને છાતીમાં દુખાવો ઉપડતાં તેમને આયુષ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યા બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ મૃત જાહેર કરાયા હતા. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!