મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીનું દૂષણ વકર્યું છે. જિલ્લામાં તંત્રની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાની રાવ ઉઠવા પામી છે. જેને લઇને મોરબી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવ્યા છે. અને ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે માઇન્સ સુપરવાઇઝર, ભુસ્તરશાત્રીની કચેરી, મોરબી દ્વારા વાંકાનેરના વસુંધરા ખાતે ચાલતી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર મિતેશભાઈ રામભાઈ ગોજીયાએ વાંકાનેરના વસુંધરા ખાતે આવેલ સર્વે નં.૮૯ પૈકી ર ની ગૌચરની જગ્યામાં આરોપી અજાણ્યા ઇસમે કુલ ૬ પથ્થર કાપવાની ચકરડી તથા પ ઇલેક્ટ્રીક મોટર વડે બિ.લાઇમ સ્ટોન ખનીજ ૨૧૮૮.૨ મેટ્રીક ટનનુ ખનન કરી તથા પર્યાવરણીય નુકશાની વળતરની રકમ મળી કુલ રૂ.૧૧,૦૨,૭૬૩/-ની ખનીજ ચોરી કરતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.