રાજ્ય વ્યાપી સેવાસેતુના સાતમા ચરણનો મોરબી જિલ્લામાં મોરબી તાલુકા બગથળા ગામેથી શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રારંભ કરાવ્યો હતો. લોકોને વ્યક્તિગત લાભો ઘર આંગણે જ મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુનું આયોજન કરાતું હોવાનું જણાવ્યું હતું.

આ તકે મંત્રી મેરજાએ જણાવ્યું હતું કે સરકારના ૧૨ વિભાગો દ્વારા ૫૬ જેટલી સેવાઓને લાભ તાલુકા મથકે ગયા વગર ઘર આંગણે મળી રહ્યો છે ત્યારે મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.આ સેવાસેતુના કાર્યક્રમમાં કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે સ્થળ પરજ આધાર કાર્ડ, આવકના દાખલા, E-shram કાર્ડના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.









