Sunday, January 5, 2025
HomeGujaratમોરબીના નિર્માણધીન જેતપુર રોડની ઓચિંતી મુલાકાત લેતા મંત્રી બ્રિજેશ મેરજા: કામમાં સિમેન્ટનો...

મોરબીના નિર્માણધીન જેતપુર રોડની ઓચિંતી મુલાકાત લેતા મંત્રી બ્રિજેશ મેરજા: કામમાં સિમેન્ટનો લોભ જણાતા સ્પષ્ટ સૂચના અપાઈ

મોરબી તાલુકાના નિર્માણધીન જેતપુર મચ્છુથી રાપર સુધીના રસ્તાના ડામર સપાટીના કામની મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. આ તકે કામગીરી નિહાળી કામમાં સિમેન્ટ વાપરવામાં લોભ જાણાતો હોવાથી સબંધિત કર્મીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.

- Advertisement -
- Advertisement -

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લઈ સ્થળ ઉપર મજૂરો દ્વારા થઈ રહેલ કામગીરીને નિહાળી હતી.જેમાં નક્કી કરેલ પ્રમાણ મુજબ સિમેન્ટ વાપરવાની હોય તેમાં કચાસ દેખાતા સ્થળ પરથી જ બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ સંબંધિત ઇજનેરોને તાકીદ કરી હતી. આ નબળું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે જે કોઈપણ એજન્સી હોય નબળા કામની સજા ભોગવવા તૈયાર રહે તેવી તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત મટીરીયલને ક્વોલિટી કન્ટ્રોલમાં મોકલવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા કોથળીમાં મટીરીયલ સાથે ગુણવત્તાની ચકાસણી માટે મોકલવા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને સ્પષ્ટ સૂચના આપી હતી અને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે અને આ નબળી ગુણવત્તાના મટીરીયલ સબબ એજન્સી અને કામના સુપરવિઝન કરતાં અધિક મદદનીશ ઇજનેરોને યોગ્ય ઠેરવવા સુચના આપી હતી.

વધુમાં મંત્રીએ આ એકમાત્ર રસ્તાનું નહિ પણ મોરબી માળીયામાં જ્યાં પણ આવા રસ્તાના કામો ચાલુ છે, ત્યાં ક્યાંય પણ આ પ્રકારની મટિરિયલની કચાસ ચલાવી લેવામાં નહીં આવે તેમ સ્પષ્ટ કહ્યુ હતુ મંત્રી સહિત અગ્રણીઓ અને અધિકારીનિ ઓચિંતી મુલાકાતથી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ મચી ગયો હતો. આ તકે લોકોએ પણ પ્રજા પ્રતિનિધિઓના કામની સરાહના કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!