માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મોરબી જિલ્લામાં ૨૧.૫૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર નવીન માર્ગોનું મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ખાતમૂહુર્ત કાર્યક્રમનું આયોજન ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે.
શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના નેશનલ હાઇવે થી હરીપર (કે) રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બાંધકામ કરવાના કામનું ખાતમુહૂર્ત તા.૨૧/૧૦/૨૦૨૧ ગુરૂવારના રોજ યોજાનાર છે.
નવા બનનાર રોડમાં જેતપર રાપર રોડ, રંગપર જીવાપર રોડ, જીવાપર ચકમપર રોડ, સ્ટેટ હાઇવે થી જસમતગઢ, વાઘપર પીલુડી ગાળા રોડ, ધુળકોટ બાદનપર ફાટસર રોડ, નેશનલ હાઇવે થી ગુંગણ નારણકા રોડ, નેશનલ હાઇવે થી હરીપર કેરાળા રોડ, નેશનલ હાઇવે થી સોખડા રોડ, નેશનલ હાઇવે થી બહાદુરગઢ રોડ, ભડીયાદ જોધપર (ન) એપ્રોચ રોડ, મોરબી ધરમપુર સાદુળકા રોડ, નેશનલ હાઇવે થી ટીંબડી રોડ, નવી સાદુળકા થી હરીપર (કે) રોડ, મોરબી રફાળેશ્વર રોડ, સ્ટેટ હાઇવે થી બરવાળા એપ્રોચ રોડ, કોસ્ટલ હાઇવે થી પીપળીયા રોડ, કોસ્ટલ હાઇવે થી વિરપરડા એપ્રોચ રોડ, મેઇન ડિસ્ટ્રીકટ રોડ થી થોરાળા એપ્રોચ રોડ સુધીના કામોનું રાજ્ય મંત્રી ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુરૂવારે સવારે ૯.૦૦ વાગ્યા થી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી વિવિધ ગામોમાં ખાતમુર્હુત કાર્યકમો યોજશે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારી ઓ ઉપસ્થિત રહેશે.