રાજ્ય સરકારના પરિપત્રને પગલે મોરબીમાં નિર્માણ પામનાર મેડીકલ કોલેજ હવે મોરબીમાંથી રદ કરીને વાપીમાં બનાવવા આવશે તે અંગેનું અફવાઓ વહેતી થઇ હતી તેવા સંજોગો દરમિયાન મોરબી ખાતે ગુજરાત સરકાર અને કેંદ્ર સરકારના પુખ્ત વિચારણાના અંતે જી.એમ.ઈ. આર.એસ. હેઠળ ગ્રીન ફિલ્ડ પ્રકારની મેડિકલ કોલેજ મંજુર કરવામાં હતી તેમા ફેરફાર કરી બ્રાઉન ફિલ્ડમાં મેડીકલ કોલેજ ફેરવવામા આવી હોવાની મૉરબી માળીયા ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સ્પષ્ટતા કરી અફવાઓનું ખંડન કર્યું છે.
રાજયમંત્રી ના જણાવ્યા અનુસાર મોરબીને અધ્યતન સુવિધા સાથે મેડિકલ કોલેજ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના મેડિકલ કાઉન્સિલના ધારા ધોરણ મુજબ મોરબીને બ્રાઉન ફિલ્ડ હેઠળ મેડીકલ કોલેજ મળનાર છે. અને તે અંગેની જાહેરાત પણ આવી ગઈ છે. એટલું જ નહી મોરબીને મળનાર મેડીકલ કોલેજ અધ્યતન હશે તેમજ મોરબીમા પણ અન્ય જિલ્લાની જેમ બ્રાઉન ફિલ્ડ હેઠળની મેડિકલ કોલેજ ટૂંક સમયમાં કાર્યરત પણ થશે. એમ મોરબી ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા સ્પષ્તા કરતા જણાવ્યું હતું.