ગત મહિના ની તા.૨૨ ઑગસ્ટ ના રોજ મોરબી માળીયા ના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખી ને ભલામણ કરવામાં આવી હતી કે માળીયા(મી)ના વવાણીયા ગામ પાસે આવેલ કાશમશાપીરની દરગાહ ની બાજુમાં આવેલ સરકારી ખરાબાની જગ્યા દરગાહ ને ધાર્મિક ઉપયોગ માટે ફાળવવામાં આવે અને આ ભલામણ પત્ર માં આ બાબતે રજુઆત કરનાર મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા ના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે પત્ર નો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને લોકો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટ ફોર્મમાં આ ભલામણ નો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને વિવાદ ઉભો થયો હતો.
જો કે આ વિવાદ રાજયમંત્રી મેરજાના ધ્યાને આવતા આજે મોરબી જિલ્લા કલેકટર ને ફરીથી ભલામણ પત્ર લખ્યો હતો પરન્તુ આજે આ ભલામણ પત્ર માં આગળ કરેલ ભલામણ બાબતે કોઈ કાર્યવાહી ન કરવાનું સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમંત્રી મેરજાના જણાવ્યા મુજબ અગાઉ દરગાહ ને જમીન ફાળવવા કરેલ ભલામણ તેઓએ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા ની રજુઆત અન્વયે કરેલ હતી અને હવે તે બાબતે કોઇ કાર્યવાહી કરવાની રહેતી નથી તેમજ વધુમાં જણાવ્યું હતું કે મંત્રી મેરજા દ્વારા આ બાબતે મૌખિક કે ટેલિફોનિક ભલામણ કરેલ ન હતી અને રજુઆત મળતા મોરબી માળીયા ના ધારાસભ્ય હોવાને કારણે ફક્ત ભલામણ પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ હવે અગાઉ જમીન ફાળવવા કરેલ ભલામણ બાબતે કોઈ કાર્યવાહી ન કરવા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું તેમજ આ ભલામણ કોઈ પણ દબાણ વગર કરવામાં આવી હતી અને તે ભલામણ કરવામાં કોઇની લાગણીને ઠેશ પહોંચાડવાનો તેમનો ઈરાદો ન હતો અને કોઈ ગેરસમજણ ન થાય તે માટે આ પ્રકારની ચોખવટ કરવામાં આવી હતી.