દુષ્કર્મ કરનાર શખ્સના પરિવારજનોએ મદદગારી કરવાના બહાને રૂપિયા પાંચ લાખ રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવ્યા નો આક્ષેપ…
વાંકાનેરના ભોજલ પરા વિસ્તારમાં રહેતી પરણિતાને પાડોશી બાવાજી શખ્સે પ્રેમજાળમાં ફસાવી બળજબરીથી શરીર સંબંધ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેના પરિવારજનોએ રોકડા રૂપિયા અને સોનાના દાગીના લૂંટી લીધા પરિણીતાએ આક્ષેપ કરી સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી હોય પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતા મોરબી એસપીને રજુઆત કરવામાં આવી છે.
અંગેની માહિતી મુજબ વાંકાનેરના ભોજલ પરા વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય બાબાજી પરણિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ કરી છે કે તેને પાડોશમાં રહેતો શાયરનાથ પોપટનાથ બ્રહ્માણી શખ્સે પતિ પત્ની ના ઝગડા સમાધાન કરવાનું કહી પરિણીતા સાથે પરિચય કેળવી પ્રેમ લગ્ન કરવાનું કહ્યું પરણિતાને ઘરે આવી તેણીનો એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું ત્યારબાદ પરણિતાને પતિ સાથે મનમેળ ન થતા દુષ્કર્મ કરનાર શાયરનાથે તેને ભગાડી જવાના કહ્યું હતું અને ગામની ભાગોળે આવેલા મંદિરે બોલાવી હતી ત્યારે તેના સંબંધી મિલન નાથ ઉફેઁ આનંદગિરિ સુખનાથ, ચેતન નાથ આનંદગિરિ, જોગીનાથ, ધર્મનાથ, બડનાથ સહિતના શખ્સોએ રોકડ તથા દાગીના સાથે લાવવી હોય તે મુદ્દામાલમાં ની લૂંટ કરી નાસી ગયા હતા બનાવ બાદ પરણીતાએ તેની જેઠાણી અને સાસુને આપવીતી વર્ણવતા વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ નહિ લેતા પરણિતાએ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીને લેખિતમાં અને રૂબરૂ રજૂઆત કરતા એસપી રાહુલ ત્રિપાઠીએ મેડિકલ સર્ટી સાથે વાંકાનેર શહેર પીઆઇ ને મળવાનું કહી વાંકાનેર પીઆઇ કડક કાર્યવાહી નું સૂચન કરવા જણાવ્યું હતું જે બાદ વાંકાનેર શહેરના પીઆઇને મળવા ભોગ બનનાર પોતાની સાથે દુષ્કર્મ થયું છે તેના પુરાવા સાથે તેના પરિવાર જનો મળ્યાં તો ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે તેમ બન્ને ની સામે સામે ફરિયાદ લેવાની ધમકી આપી થોડી વારમાં બોલાવું કહ્યું હતું જો કે આમ છતાં ભોગબનનાર દુષ્કર્મ ની ફરિયાદ નોંધવવા પોલીસ મથક બહાર રાહ જોતી રહી હરિ પરન્તુ પીઆઈએ કોઈ પ્રત્યુત્તર ન આપી અને પોતાને કામથી મીટીંગમાં જવાનું છે કહી ચાલતી પકડી હતી એ આ બાદ ભોગ બનનાર મહિલાએ પોતાના વકીલ એચ.એન.મહેતા મારફતે પ્રથમ વાંકાનેર પોલીસમથક ફરિયાદ નોંધાવવા અને બાદમાં કોર્ટના શરણે જવા માટે વિધિવત કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાંપણ ફરીયાદ કરવા માટે મહિલા મેડિકલ સર્ટી સાથે વાંકાનેર પોલીસ મથકે પહોચી છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરતા વાંકાનેર પોલીસ પર આલોચના વરસી રહી છે.