Saturday, April 20, 2024
HomeGujaratમોરબી માંથી ૯૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ને ઝડપી લેતી પોલીસ

મોરબી માંથી ૯૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ને ઝડપી લેતી પોલીસ

મોરબી માંથી દારૂ ની બદી નેસ્ત નાબૂદ કરવા માટે મોરબી પોલીસ સક્રિય છે ત્યારે આજે વધુ એક આરોપી ને દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો .

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી પોલીસ ના કોન્સ્ટેબલ આસિફભાઈ રાઉમાં અને તેજાભાઈ ગરચર ને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પ્રેમજી ઉર્ફે પ્રેમલો તેજભાઈ દેગામા (ઉ.30 રહે યમુના નગર 2 શેરી ન.4 નવલખી રોડ મોરબી) વાળો એપલ હોસ્પિટલ ની બાજુ માં કારખાનું ભાડે રાખી ને દારૂ નું વેચાણ કરી રહ્યો છે જેથી મોરબી પોલીસ દ્વારા ઉપરોક્ત સ્થળે રેડ કરતા ભારતીય બનાવટ ની ઇંગ્લિશ દારૂ મેકદીવેલ નમ્બર વન ની 750 મિલી ની 96 બોટલ દારૂ ઝડપાયો હતો તે સહિત કી. રૂ.36000 નો મુદ્દામાલ સાથે આરોપી પ્રેમલો ઝડપાયો હતો.પ્રાથમિક પૂછપરછ માં આરોપીએ કબુલાત આપી હતી કે આ વેચાણ માટે રાખેલ દારૂ નો જથ્થો તે સાગર કાંતિલાલ પલાણ અને ઇમરાન હિંગલોજા નામના શખ્સો પાસેથી વેચવા માટે મેળવ્યો હતો જેથી પોલીસ એ આ બન્ને શખ્સો ને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!