Thursday, December 26, 2024
HomeGujaratધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આરોગ્ય સેવા માટે રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવી

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આરોગ્ય સેવા માટે રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવી

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીમાં કોરોના મહામારી વખતે દર્દીઓને ઉપયોગી થવાય તે હેતુથી એપ્રિલ માસમાં ૨૫ લાખ અને મે માસમાં ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. હાલ કોરોનાની સ્થિતિ કાબુમાં છે છતાં ત્રીજી લહેરને પહોંચી વળવા ધારસભ્યે પોતાની ગ્રાન્ટમાંથી બાકી રહેતી ૧ કરોડની ગ્રાન્ટ ફાળવી છે અને કોરોના માટે પોતાની સંપૂર્ણ દોઢ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. જે ગ્રાન્ટમાંથી સિવિલ હોસ્પિટલ માટે આઈસીયુ ઓન વ્હીલ એમ્યુલન્સ ખરીદાશે જેથી દર્દીઓને રાજકોટ, જામનગર કે અમદાવાદ રીફર કરવાના હોય ત્યારે ઓક્સીજન અને આઈસીયુની સુવિધા મળી રહે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ૫ વેન્ટીલેટર, લીક્વીડ ઓક્સીજન ટેંક, ડ્યુરા ઓક્સીજન સીલીન્ડર ૧૦ નંગ, જમ્બો ડી ટાઈપ ઓક્સીજન સીલીન્ડર નંગ ૧૦૦ ગ્રાન્ટમાંથી લેવામાં આવશે. વધુમાં મોરબી-માળિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સીજન કોન્સેનટેટર, માળિયા સરકારી હોસ્પિટલ, જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્ર માટે સીલીન્ડર, મીની એમ્બ્યુલન્સ માટે આ ગ્રાન્ટ ફાળવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!