Sunday, December 29, 2024
HomeGujaratમોરબી જિલ્લા પેન્શનર મંડળની કારોબારી બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા

મોરબી જિલ્લા પેન્શનર મંડળની કારોબારી બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા

મોરબી જીલ્લામાં ૪૦૦૦ પેન્શનર સભ્યોનું બનેલ મોરબી જિલ્લા પેન્શનર મંડળની કારોબારી સમિતિની લાલ બાગ, સેવા સદન ખાતે મળેલ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહી મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ મંડળની કામગીરીને બિરદાવી હતી.

- Advertisement -
- Advertisement -

સરકારી સેવામાં જુદા જુદા ક્ષેત્રમાં નોકરી કરીને નિવૃત થયેલા સિનિયર સિટીઝન પરત્વે ધારાસભ્યએ આદરભાવ વ્યક્ત કરી તેમના સ્વાસ્થ્ય સબબ તેમજ મંડળના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. આ તકે જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગરે જણાવ્યુ હતું કે કોઈ ધારાસભ્ય આ રીતે પેન્શનર મંડળને સામેથી મળવા આવ્યા હોય એવું પ્રેરક ઉદાહરણ બ્રિજેશભાઈ મેરજાએ પૂરું પાડીને પ્રોત્સાહન આપ્યું છે.

પેન્શનર મંડળની મકાનની સુવિધા બાબતે રજૂઆત થતાં ધારાસભ્યએ સ્થળ ઉપરથી જ માર્ગ-મકાન વિભાગનાં નાયબ કાર્યપાલક ઇજનેર હિતેષભાઈ આદ્રોજા સાથે પરામર્શ કરી વહેલી તકે પેન્શનર મંડળને સુવિધાયુક્ત અને સગવડતાભર્યું મકાન ફાળવવાની તજવીજ હાથ ધરવા જણાવ્યું હતું. આ તકે ચંદુભાઇ હુંબલે કાર્યક્રમમાં ધારાસભ્યની ઉપસ્થિતિને બિરદાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!