Saturday, November 23, 2024
HomeGujaratમાળીયા (મીં)ના બગસરા ગામે પૂરતું પાણી મળી રહ્યું હોવાનું જણાવતા ધારાસભ્ય બ્રિજેશ...

માળીયા (મીં)ના બગસરા ગામે પૂરતું પાણી મળી રહ્યું હોવાનું જણાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

માળીયા (મીં) તાલુકાનાં બસગરા ગામે પીવાનું પાણી મળતું નથી તેવી બાબત ધારાસભ્ય બ્રિજેશ મેરજાના ધ્યાને આવતા આ અંગે તેમણે પાણી પુરવઠા બોર્ડના સ્થાનિક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરનું તાકીદે ધ્યાન દોરી આ પ્રશ્ન સુલજાવવા પ્રયાસ કરેલો. તેમાં જાણવા મળેલ હકીકત મુજબ માળીયા (મીં) તાલુકાનાં આ બગસરા ગામનો સમાવેશ મોરબી – માળીયા (મીં) – જોડિયા પાણી પુરવઠા યોજના હેઠળ કરાયેલ છે. આ ગામની વસ્તી સને. ૨૦૧૧ માં ૯૦૩ ની તેમજ સને, ૨૦૨૧ માં ૧૦૦૯ ની છે. તે મુજબ સરકારના પ્રવર્તમાન ધારાધોરણો અનુસાર બગસરા ગામની પાણીની જરૂરિયાત ૧૦૦૯૦૦ લિટર જેટલી થાય છે. તે પ્રમાણે આ બગસરા ગામને મોરબી – માળીયા (મી) – જોડિયા પાણી પુરવઠા યોજનાના નાના ભેલા હેડવર્ક દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ગત સમયમાં તરઘડી ગામ પાસે પીપળીયા થી નાનાભેલા રોડની સમાંતર ગટર કામગીરી લગત રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા ચાલુ કરાતા પીપળીયા થી નાનાભેલા હેડવર્ક સુધીનું ૨૫૦ મી.મી. વ્યાસની પી.વી.સી પાઇપલાઇનમાં નુકશાન થયું હતું. જેથી નાનાભેલા હેડવર્ક ખાતે પંહોચતો પાણી પુરવઠો વિક્ષેપ્ત પામેલ હતો. આ લીકેજ થયેલ પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ પાણીનો પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો. આમ, ૨-૩ દિવસ નાનાભેલા હેડવર્ક ખાતેનો પાણી પુરવઠો ખોરવાતા આ બગસરા ગામને અનિયમિત તથા ઓછું પાણી મળેલું હતું પરંતુ હવે પૂરતું પાણી બગસરા ગામને મળી રહ્યું છે. આમ, પાઇપલાઇન તૂટી જવાને કારણે માત્ર ૨-૩ દિવસ બગસરાને પાણી ન મળ્યું હોય તે સમજી શકાય પરંતુ છેલ્લા ૨૦ દિવસથી પાણી મળતું નથી તે વાતમાં કોઈ તથ્ય નથી. બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકે હું સતત બગસરા ગામના આગેવાનોના સંપર્કમાં છું. જ્યારે જ્યારે આ ગામની પીવાના પાણીની કોઈપણ ફરિયાદ આવી હોય તો તેનો સત્વરે નિકાલ પણ કરાવ્યો છે. તેનાથી આ ગામના આગેવાનો પણ વાકેફ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!