મોરબી શહેરના સહેલાણીઓ માટે મચ્છુ નદીના કાંઠે રીવરફ્રન્ટની સુવિધાઓ મળે તે માટે નગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી આ પ્રોજેકટ અંગે પ્રક્રિયા ચાલતી હતી તે અન્વયે મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ યોજના સત્વરે સાકાર થાય તે માટે ગુજરાત શહેરી વિકાસ મિશનમાં ફોલોઅપ કરી મચ્છુ નદી ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે સ્વતંત્ર પર્વની ગ્રાન્ટમાંથી રૂ. ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે તેમજ જૂના પાવર હાઉસ એટલે કે પી.જી.વી.સી.એલની ઓફિસ પાસે નદી કાંઠે ૧૪ માં નાણાં પંચમાંથી રૂ. ૫ કરોડ ૧૭ લાખ ના ખર્ચે રીવરફ્રન્ટ યોજના સાકારિત થાય તે માટે આ પ્રોજેક્ટના કન્સલટન્ટ, શહેરી વિકાસ વિભાગ અને માર્ગ – મકાન વિભાગ સાથે સઘન પરામર્શ કરતા આયોજનનું કામ ટૂંક સમયમાં હાથ ધરાશે. આમ, મોરબીને રીવરફ્રન્ટની સુવિધા મળતા મોરબીના નાગરિકો માટે હરવા ફરવાનું એક નવું નઝરાણું ઉપલબ્ધ થશે. આ રીવરફ્રન્ટ પ્રોજેકટમાં ધોલપુર પથ્થર અને કોટા સ્ટોન વપરાશે તેમજ RCC ની પ્રોટેકશન વોલ, રબર મેશનરી વોલ, બેસવા માટે ડીઝાઇન કોલ બેન્ચીસ વિગેરે સિસ્ટમાઇઝ બ્યુટીફીકેશનથી એક અલગ જ ચાર્મ રીવરફ્રન્ટને અપાય તે જોવા ધારાસભ્યશ્રીએ ખાસ આગ્રહ સેવ્યો છે.