હર હંમેશ જમીન સાથે અને લોકો સાથે જોડાયેલા રહેતા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રાજ્ય સરકારના મહત્વના વિભાગમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આજ રોજ ગાંધીનગર ખાતે મંત્રી બળવંત સિંહ રાજપૂત,ગૃહ મંત્રી હર્ષ સંઘવી,જગદીશભાઈ પંચાલ અને કુંવરજીભાઇ હળપતિ ની આગેવાની માં ઉદ્યોગ ,ખાણ ,શ્રમ અને ઉડ્ડયન વિભાગની બેઠક યોજાઇ હતી જેમાં આ વિભાગની સમિતિમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની સભ્ય તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ ધારાસભ્ય દુર્લભજી ભાઈ એ મોરબી જિલ્લાના ઉદ્યોગોના પ્રશ્નો ,સિરામીક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોના રસ્તાઓ તેમજ પાણી અને બીજી ઔધોગિક સમસ્યાઓના નિવારણ અને મોરબી ના રાજપર રોડ મંજૂર થયેલ એરપોર્ટ નુ કામ સત્વરે શરૂ થાય તે માટે રજુઆત કરી હતી જે રજૂઆતો ના નિવારણ કરવા માટે રાજ્ય સરકાર ના પ્રતિનિધિઓ એ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.
ત્યારે ઉદ્યોગ ,ખાણ ,શ્રમ અને ઉડ્ડયન વિભાગ ની સમિતિમાં ટંકારાના ધારાસભ્ય ની વરણી થતાં મોરબી જિલ્લા ભાજપમાં હર્ષની લાગણી છવાઈ છે.