Tuesday, April 16, 2024
HomeGujaratસફાઇ કામદારોને ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્ક જેવી જગ્યાએ ઊંડે ઉતારવા પર પ્રતિબંધ

સફાઇ કામદારોને ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્ક જેવી જગ્યાએ ઊંડે ઉતારવા પર પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે “ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩”નો અમલ તા. ૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદાર / શ્રમજીવી / વ્યક્તિને ભૂગર્ભ ગટર / ખાળકૂવા / સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા, ઊંડે ઉતારવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.

- Advertisement -
- Advertisement -

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા લાગેલ નિયમો અંતર્ગત મોરબી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ તમામ જગ્યાઓએ આવેલ ભૂગર્ભ ગટર, ખાળકુવા, સેફટી ટેન્ક, જમા થયેલ ગંદુપાણી, કાદવ વગેરે બહાર કાઢવા માટે કે બંધ થયેલ લાઈન સાફ કે ચાલુ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઇ કામદાર, શ્રમજીવી, વ્યક્તિને ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા ઊંડે ઉતારવાના રહેશે નહિ કે તે માટે કોઈ ફરજ પાડી શકશે નહી. આ અધિનીયમની જોગવાઈ અનુસાર આ પ્રકારે કોઈપણ ઈસમનું દુર્ઘટનામાં મૃત્યુ થયેથી જવાબદાર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત સુપ્રિમ કોર્ટના રીટ પિટિશનના તા.૨૭/૩/૨૦૧૪ના ચુકાદાથી આપેલ આદેશ અનુસાર રૂ.૧૦ લાખનું ભોગ બનનારને વળતર ભરવા કસૂરવાર થશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા વિંનતી છે. કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટ્રીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌ સાથે મળી ગેસ ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવીએ તેવું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!