મોરબી-માળીયાનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી શહેરના શનાળા રોડ પર રૂ.૧૦ કરોડના ખર્ચે નવું સિંચાઈ સેવા સદન બનાવવામાં અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વિગતે રજૂઆત કરી છે રજુઆતમાં તેઓેએ જણાવ્યું છે કે શનાળા રોડ પર આવેલ હયાત સિંચાઈ વિભાગની કચેરીના જુના મકાનો અને અઢી વિધા જેટલી ખુલ્લી જમીન આવેલ છે ત્યાં નવું સિંચાઈ સદન બાંધવું જરૂરી છે જે અંગે તાત્કાલિક રાજ્યકક્ષાના મંત્રીએ સૈદ્ધાંતિક મંજુરી પણ આપેલ છે અને માર્ગ મકાન વિભાગે રૂ. ૯.૯૫ કરોડનું બ્લોક એસ્ટીમેન્ટ પણ તૈયાર કર્યું છે. આ નવા સિંચાઈ સેવા સદનમાં મોરબી ખાતેની સિંચાઈ અને નર્મદાની સેક્શન ઓફીસ, નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરની જુદી જુદી ૧૬ કચેરીઓ, ૧ લેબોરેટરી, ૨ સમિતિ ખંડ અને ૨ રેસ્ટ રૂમનો સમાવેશ કરી શકાય તેમ છે મોરબી હાલ જીલ્લા કક્ષાનું મથક હોય જીલ્લા સિંચાઈ સેવા સદન બાંધવા અંદાજે રૂ.૧૦ કરોડ ફાળવવા ધારાસભ્યએ માંગ કરી છે.