ટંકારા તાલુકાના ધુનડા(ખાનપર) ગામથી જોડિયા તાલુકાના રસનાળ ગામને જોડતા રોડના કામમાં લોટ, પાણીને લાકડાની માફક કામગીરી કરવામાં આવી હોવાની ખુદ સાંસદ મોહન કુંડારિયાએ જ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણશ મોદીને રજુઆત કરી છે.
સાંસદ મોહન કુંડારિયાએ એ રજૂઆતમાં જણાવ્યું કે ટંકારા તાલુકાનાં ઘુનડા(ખા)ગામ પંચાયતના સરપંચ તથા જામનગર જીલ્લાનાં જોડીયા તાલુકાનાં રસનાળ ગ્રામ પંચાયત સરપંચની રજુઆત મુજબ ધુનડા થી રસનાળ ગામને જોડતો પાકો એપ્રોચ રોડ બનાવવામાં આવે છે. આ રસ્તામાં આવતા નાલા , પુલીયા બનાવવાનું કામ પ્લાન એસ્ટીમેન્ટમાં જે બાવવામાં આવેલ છે.તે મુજબ કામ કરવામાં આવતુ ન હોવાથી ચોમાસાની ઋતુમાં આ રસ્તા પર આવતા આશરે ૧૦ ( દસ ) ગામમાં લોકોને મોટાંપાયે મુશ્કેલી ભોગવવાનો વારો આવશે. આથી રસ્તા પર આવતા પૂલીયાના કામ એસ્ટીમેન્ટ મુજબ થાય તે અંગે કરવા અંતમાં સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું.