Friday, June 19, 2026
HomeGujaratમોરબીના મણીમંદિર નજીક કારની હડફેટે મોપેડ ચાલક ઇજાગ્રસ્ત

મોરબીના મણીમંદિર નજીક કારની હડફેટે મોપેડ ચાલક ઇજાગ્રસ્ત

હિટ એન્ડ રનના બનાવમાં યુવકને માથા અને છાતીમાં ગંભીર ઇજા, અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના મણીમંદિર પાસે તાલુકા પંચાયત ગેટ સામે અજાણી કારની ટક્કરે હીરો ડેસ્ટિની પર જઈ રહેલા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા હાલ સીટી એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પિતાની ફરિયાદને આધારે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

મોરબીના રફાળેશ્વર ગામે સોનલ સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ નરશીભાઈ ખાભડીયા ઉવ.૭૦એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો પુત્ર રાજેશભાઈ ગત ૧૧ જૂનના રોજ સવારે હીરો ડેસ્ટિની રજી.નં. જીજે-૩૬-એક્યુ-૯૫૭૨ લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મણીમંદિર પાસે તાલુકા પંચાયતના ગેટ સામે પાછળથી પૂરઝડપે આવેલી અજાણી કારના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવી ઉપરોક્ત મોપેડને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રાજેશભાઈ રોડ પર પટકાતા માથાના ભાગે તેમજ છાતીની પાસળીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવ બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ બીએનએસની કલમ કલમ તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!