Friday, June 19, 2026
HomeGujaratહળવદના દીઘડીયા અને ગોલાસણમાં કુલ ૫૦૫ લીટર ઠંડો આથો ઝડપાયો

હળવદના દીઘડીયા અને ગોલાસણમાં કુલ ૫૦૫ લીટર ઠંડો આથો ઝડપાયો

હળવદ પોલીસ અને એલસીબીની અલગ-અલગ રેઇડમાં બંને આરોપીઓ ફરાર જાહેર.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના દીઘડીયા અને ગોલાસણ ગામે હળવદ પોલીસ તથા એલસીબીએ અલગ-અલગ દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો કુલ ૫૦૫ લીટર ઠંડો આથો ઝડપી લીધેલ હતો. રેઇડ દરમિયાન બંને સ્થળે આરોપીઓ હાજર ન મળી આવતા તેમની સામે ગુનો નોંધી બન્ને આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે.

પ્રથમ રેઇડ અંગે મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે દીઘડીયા ગામની નદીના કાંઠે મુકેશભાઈ બબાભાઈ ઈંટોદરાના ભોગવટાવાળા ખરાબામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્રણ કેરબામાં ભરેલો ૧૦૫ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૨,૬૨૫/-મળી આવ્યો હતો. જ્યારે આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને વોન્ટેડ જાગેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

જ્યારે મોરબી એલસીબી ટીમે ગોલાસણ ગામની ભોરણીયા નામે ઓળખાતી સીમ વિસ્તારમાં પ્રભુભાઈ મનુભાઈ ખાંભડીયાની વાડીમાં દરોડો પાડી બે મોટા બેરલમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો તૈયાર ઠંડો આથો કિ.રૂ.૧૦ હજાર ઝડપી પાડ્યો હતો. રેઇડ દરમિયાન અહીં પણ આરોપી હાજર નહિ મળી આવર, એલસીબી ટીમે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની ટોઅસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!