Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાંથી મોપેડ ચોર ગેંગ પકડાઈ: ચોરેલ, સંતાડેલ,વેંચેલ ૨૩ બાઈક વીણી વીણીને કબ્જે...

મોરબીમાંથી મોપેડ ચોર ગેંગ પકડાઈ: ચોરેલ, સંતાડેલ,વેંચેલ ૨૩ બાઈક વીણી વીણીને કબ્જે કરતી પોલીસ

મોરબીમાં છેલા કેટલાય સમયથી ટીવીએસ મોપેડ બાઈક ચોર ગેંગ સક્રિય થઈ હોય તેમ અવારનવાર બાઈક ચોરીના કિસ્સાઓ સામે આવતા હતા જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરી ૨૩ ચોરાઉ મોપેડ સાથે પાંચ રીઢા ચોરને પકડી પડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના નાની કેનાલ રોડ ઉપર બે શખ્સો શંકાસ્પદ હાલતમાં અલગ અલગ મોપેડ બાઈક લઈને આવતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ત્યાંથી નીકળેલ બલુભાઇ દેવજીભાઇ વારૈયા (ઉ.વ .૪૦ રહે.રાજકોટ ભાવનગર રોડ દુધસાગર રોડ દુધની ડેરીની પાછળ મફતીયાપરા)ની અટકાયત કરી મોપેડના ડોક્યુમેન્ટ માંગ્યા હતા જે ન હોવાથી પોલીસે મોપેડ રજી નં. GJ03 – KA – 0978 પોકેટ મોબાઈલથી સર્ચ કરી જોતા બાઈક ચોરાઉ હુવાનું ખુલ્યું હતું. જ્યારે આરોપી ડાયાભાઇ અમરશીભાઇ વડેચા (ઉ.વ .૪૫ રહે.આદીપુર અંજારરોડ કેનાલની બાજુમાં શનિદેવ ભરડીયા સામે ઝૂંપડપટ્ટી) ને અટકાવી તેના મોપેડ રજી નં . GJ 36 N 4618 ની તપાસ કરતા બાઈક ચોરાઉ હોવાની અને આ ઇસમને સાતેક દિવસ પહેલા બલુભાઇ દેવજીભાઇ વારૈયાએ મોરબી શાકમાર્કેટ પાસેથી ચોરી કરીને વેચ્યુ હોવાનું ખુલ્યું હતું ત્યારબાદ પોલીસે બન્ને મોપેડ કબ્જે કરી
બને ઇસમોની આકરી પૂછપરછ કરતા મોપેડ નાની વાવડી ગામ કબીર આશ્રમ પાછળ આવેલ બાવળની કાંટમાં છુપાવેલ હોવાનુ જણાવ્યું હતું જેને લઈને પોલીસે આ જગ્યાએ તપાસ કરતા બાવળની કાટમાથી વધુ ૧૧ ચોરી કરેલ ટી.વી.એસ મોટર સાયકલો ઝડપાયા હતા.આથી પોલીસે એક મોપેડની કિંમત ૨૫ હજાર ગણી રૂ ૫,૭૫,૦૦૦ ની કિંમતના બાઈક કબ્જે કર્યા હતા.

મોરબી પોલીસ દ્વારા મોપેડ ચોર ગેંગ ઝડપી લેવાઈ જુઓ કઈ રીતે કરતા હતા ચોરી

તેમજ આરોપીની વધુ પુછપરછ કરતા પોતે મોરબી શહેરમાંથી ચોરેલ સાત મોપેડ જે ગાંધીધામ ખાતે આરોપીઓના રહેણાક મકાન પરથી કબ્જે કરેલ છે અને લ ગાંધીધામ શહેરમા અલગ અલગ જગ્યાએ વહેચી નાખેલ હોય જે સાહેદોએ રજુ કરતા ૩ બાઈક કિ રૂ ૭૫૦૦૦ કુલ ૨૩ ચોરાઉ ગાડીઓ કુલ કિ. રૂપિયા ૫,૭૫૦૦૦ નો મુદામાલ સાથે આરોપી બલુભાઇ દેવજીભાઇ વારૈયા, ડાયાભાઇ અમરશીભાઇ વડેચા અને રમેશભાઈ ચતુરભાઈ પટણી (રહે હાલ લીલાશા કુટીયા ઈસ્કોન મંદીર પાસે આદીપુર મુળ રહે ગાંધીધામ જી પુર્વ કચ્છ) તથા દેવજીભાઈ રમેશભાઈ કુવરીયા (રહે આદીપુર ગોલ્ડન સીટી કેનાલની બાજુમા તા.ગાંધીધામ) તથા કાંતીભાઈ બાબુભાઈ વડેચા (ઉવ .૪૦ રહે ખેડોઈ ગામ તા.અંજાર જી પૂર્વ કચ્છ) ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!