Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી : નકલી રેમડેસીવીર ઈંજેક્શનનાં રાજ્યવ્યાપી રેકેટમાં ૧૦ નરાધમોની ધરપકડ

મોરબી : નકલી રેમડેસીવીર ઈંજેક્શનનાં રાજ્યવ્યાપી રેકેટમાં ૧૦ નરાધમોની ધરપકડ

મોરબી પોલીસે વધુ રોકડ રૂ. ૨૦,૯૦,૫૦૦/- તથા ડુપ્લીકેટ રેમડેસીવીર ઈંજેક્શન નંગ-૧૩૧ (કિ.રૂ.૬,૨૮,૮૦૦/-) મળી કુલ રૂ.૨૭,૧૯,૩૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબી : ગત તા.૩૦/૦૪/૨૦૨૧ના રોજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનોની બનાવટ તથા વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મોરબી પોલીસે નકલી રેમડેસીવીર ઈંજેક્શનનાં વેચાણનાં રાજ્ય વ્યાપી રેકેટમાં કુલ ૧૩ ઇસમોની અટકાયત કરી હોય તેઓના કોવીડ-૧૯ મેડીકલ રીપોર્ટ કરાવતા કુલ-૧૩ ઇસમો પૈકી ત્રણ આરોપીઓ કોરોના પોઝીટીવ આવતા કોવીડ કેર સેન્ટરમાં આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ તેમજ બાકીના ૧૦ આરોપીઓને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તે પૈકી બે ઇસમોના તા.૧૩/૦૫/૨૦૨૧ સુધી ૯ દિલસ ના પોલીસ રીમાન્ડ મેળવવા આવેલ છે. દરમ્યાન અલગ-અલગ ટીમોને તપાસમાં મોકલેલ જેમાં પકડાયેલ આરોપી ફઇમે અમદાવાદના નફીસ પાસેથી ડુપ્લીકેટ ઇન્જેકશન લીધેલ જે પેટે ફઇમે અમદાવાદના નફીસને રૂપીયા ચુકવેલ તે ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનના વેચાણના વધુ રૂપીયા ૨૦,૯૦,૫૦૦/- તથા ડુપ્લીકેટ રેમડેસીવીર ઈંજેક્શન નંગ-૧૩૧ (કિ.રૂ.૬,૨૮,૮૦૦/-) મળી કુલ રૂ.૨૭,૧૯,૩૦૦/- નો મુદામાલ આ ગુનાના કામે આજરોજ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ બીજી ટીમો તપાસ અર્થે કાર્યરત છે.

કોરોના પોઝીટીવ આવેલ આરોપીઓના નામ :

(૧) રાહુલ અશ્વિનભાઇ લુવાણા (ઉવ.૨૯ રહે. મોરબી)
(૨) મહમદ આશીમ ઉર્ફે મહમદઆશીફ મહમદઅબ્બાસભાઇ શેખ (ઉવ.૨૯ રહે. અમદાવાદ, જુહાપુરા)
(૩) સંજયકુમાર ઇશ્વરભાઇ પટેલ (ઉવ.૩૮ રહે.ચલા, વાપી)

અટક કરેલ આરોપીના નામ :

(૧) કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા (ઉવ.૩૬ રહે.સુરત અડાજણ)
(૨) પુનિતભાઇ ગુણવંતલાલ શા (ઉવ.૩૯ રહે.મુંબ્ઝ, મીરા રોડ)
(૩) પ્રકાશભાઇ મધુકર વાકોડે (ઉવ.૩૬ રહે.ચલા, વાપી)
(૫) ધીરજભાઇ શીવપુજન કુશવાહ (ઉ.વ.૩૭ રહે. મીરારોડ, થાને, મહારાષ્ટ્ર)
(૬) હસન અસલમ સુરતી (ઉ.વ.૪૧ રહે. સચીન તા.ચોર્યાસી જી.સુરત)
(૭) ફહીમ ઉર્ફે ફઇમ હારૂનભાઇ મેમણ (ઉવ. ૩૦ રહે. વેજલપુર અમદાવાદ
(૮) નફીસ કાસમભાઇ મન્સુરી પીંજારા (ઉવ. ૩૮ રહે. જુહાપુરા અમદાવાદ)
(૪) ધર્મેશભાઇ ઇશ્વરભાઇ પટેલ (ઉ.વ.૩૨ રહે. વાપી)

પોલીસ રીમાન્ડ મળેલ આરોપીના નામ :

(૧) રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ લુવાણા (ઉવ.૨૬ રહે. મોરબી-૦૨)
(૨) રમીઝ સૈયદ હુશેન કાદરી (ઉવ.૩૨ રહે.અમદાવાદ, જુહાપુરા)

આજરોજ વધુ હસ્તગત કરેલ આરોપીનું નામ :

(૧) નાગુજી ઉર્ફે નાગેશ નામદેવભાઇ મોરે (ઉવ. ૪૨ ધંધોપ્રિન્ટીંગ પ્રેસ રહે.વાપી, છીરી, કંચન નગર, દુર્ગા એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૧૦૨ મુળ રહે. પરભની, મહારાષ્ટ્ર)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!