Friday, November 15, 2024
HomeGujaratપરિણીતાના ઘરસંસારને તૂટતાં બચાવતી મોરબી 181 અભયમની ટીમ

પરિણીતાના ઘરસંસારને તૂટતાં બચાવતી મોરબી 181 અભયમની ટીમ

મોરબી 181 અભયમની ટીમે પીડિતા, પિયર પક્ષ અને સાસરા પક્ષના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી પરિણીતાનો ઘરસંસારને તૂટતાં બચાવી અને માતા-બાળકનો પુન: મિલાપ કરાવી માનવતા મહેકાવી હતી.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. 22ના રોજ 181 અભયમ હેલ્પલાઇન નંબર પર પીડિતાના માતાનો ફોન આવેલ કે સાસરા પક્ષવાળા તેમની દીકરીને હેરાન કરે છે. તેમજ પીડિતા પાસેથી તેમનું દોઢ વર્ષનું બાળક લઇ લીધેલ છે. આ બાળક તેની માતાને પાછું આપતા નથી. આ વાત જાણીને મોરબી 181 અભયમની ટીમ તુરંત પીડિતાને મળવા પહોંચી ગઈ હતી. મોરબી 181 અભયમ હેલ્પલાઇન નંબરની ટીમે પીડિતાની પૂછપરછ કરતા જાણવા મળેલ કે પીડિતાએ લવમેરેજ કર્યા હતા. પીડિતા અને તેને પતિ વચ્ચે ઝગડો ચાલતો હતો. તેનો પતિ દારૂ પીને પીડિતાને મારતો હતો. કંઈપણ કામધંધો કરતો નહતો. આથી, પીડિતા ડરી ગયેલી હતી. અને ગભરાયેલ હાલતમાં સાસરા પક્ષ છોડી પિયર ચાલી ગઈ હતી. ત્યારે સાસરિયાવાળા તેના માતાને તેનું બાળક લઇ જવા દેતા નહતા. આથી, પીડિતા હતાશ થઇ ગઈ હતી.પીડિતાની આપવીતી જાણી 181 અભયમની ટીમે પીડિતાના પતિ અને સાસરા પક્ષના લોકોને મળવા બોલાવ્યા હતા. ત્યારબાદ 181 અભયમની ટીમે પીડિતા, તેના પિયર અને તેના સાસરીયાનું કાઉન્સેલિંગ કર્યું હતું. આથી, પીડિતા સાસરે જવા રાજી થઇ ગઈ હતી. આમ, 181 અભયમની ટીમના કાઉન્સેલર ભટ્ટી પિન્કી, પાયલોટ રાજભાઈ અને કોન્સ્ટેબલ હંસાબેનના અથાગ પ્રયાસોના કારણે પરિણીતાનો ઘરસંસાર તૂટી જતા બચ્યો હતો. તેમજ માતા-પુત્રનું પુન:મિલન થયેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!