Saturday, April 20, 2024
HomeNewsMorbiમોરબી ૧૮૧ ટિમ દ્વારા પ્રેમમાં ફસાયેલ યુવતીને કાઉન્સેલિંગ આપી આત્મહત્યાના વિચારોમાથી બહાર...

મોરબી ૧૮૧ ટિમ દ્વારા પ્રેમમાં ફસાયેલ યુવતીને કાઉન્સેલિંગ આપી આત્મહત્યાના વિચારોમાથી બહાર કાઢી

મોરબી 181 અભયમ ટીમને પીડિત યુવતીનો કોલ આવેલ હતો. પીડિત યુવતીએ જણાવ્યું કે તે છેલ્લા 8 માસથી કોઈ યુવકના પ્રેમમાં હતા. તેઓ નોકરી માટે અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં આવેલ છે. તે જે યુવકના પ્રેમમાં છે, તે યુવતીની સાથે હવે સંબંધ રાખવા માંગતો નથી. આથી, યુવતીને આત્મહત્યાના વિચારો આવતા હતા. આ વાત જાણી 181 અભયમ ટીમના કાઉન્સિલર પરમાર અલ્કાબેન અને કોન્સ્ટેબલ નીલોફરબેને યુવતીને રૂબરૂ મળી, તમામ માહિતી મેળવ્યા બાદ સાંત્વના પાઠવી હતી. બાદમાં યુવતીને કાઉન્સેલિંગ આપી તેની હતાશા દૂર કરી હતી. અને આત્મહત્યાના વિચારોના વમળમાંથી બહાર કાઢી હતી. તેમજ તેમની સલામતી અને વધુ કાઉન્સેલિંગ માટે તેને OSC સેન્ટરમાં રીફર કરવામાં આવેલ છે. આમ, મોરબી 181 અભયમ ટીમ દ્વારા પ્રેમમાં ફસાયેલ યુવતીને આત્મહત્યાના વિચારોમાંથી બહાર કાઢવામાં પ્રયાસો કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!