Friday, October 23, 2026
HomeGujaratમોરબી: કોપરનો ભંગાર સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર ૬ આરોપી...

મોરબી: કોપરનો ભંગાર સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર ૬ આરોપી ઝડપાયા; “તેરા તુજકો અર્પણ” અંતર્ગત ૧૦.૫૦ લાખ પરત અપાયા

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી મોરબીની સૂચના અને નાયબ પોલીસ અધીક્ષક, એસ.સી.એસ.ટી. સેલના માર્ગદર્શન હેઠળ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવાની દિશામાં મોટી સફળતા મેળવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુના અનુસાર, આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને કોપરનો ભંગાર સસ્તા ભાવે ખરીદવાની લાલચ આપી હતી.એકબીજા સાથે મેળાપીપણું કરી ગુનાહિત આયોજનબદ્ધ રીતે કાવતરું રચીને આરોપીઓએ ફરિયાદી અને સાહેદ પાસેથી કુલ રૂ. ૧૫,૯૮,૭૨૦/- ની રકમની ઠગાઈ આચરી હતી.

છ આરોપીઓની ધરપકડ અને રિકવરી

ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે સઘન તપાસ હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલા કુલ ૬ (છ) આરોપીઓની અટકાયત કરી છે. સાથે જ, ગુનામાં ગયેલી રકમ પૈકી રૂ. ૧૦,૫૦,૦૦૦/- ની રોકડ રકમ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી હતી.

“તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત રકમ પરત

પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ મુદ્દામાલની આ રકમ નામદાર કોર્ટના હુકમ મુજબ આજ રોજ “તેરા તુજકો અર્પણ” અંતર્ગત મૂળ ફરિયાદી તથા સાહેદને પરત સોંપવામાં આવી છે.

પ્રજાજોગ સાવચેતી સંદેશ:

સાયબર ક્રાઈમ પોલીસે

નાગરિકો માટે મહત્વપૂર્ણ સંદેશ જારી કરતા જણાવ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કે સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તા ભાવે ચીજ-વસ્તુઓ વેચવાની જાહેરાત કરવામાં આવે તો આવી લાલચામણી કે લોભામણી સ્કીમમાં ક્યારેય ફસાવું નહીં. હંમેશાં અધિકૃત ઓનલાઈન મર્ચન્ટ કે દુકાનદાર પાસેથી જ ચીજ-વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો હિતાવહ છે. “તમારી સાવધાની અને સતર્કતા જ તમારી સાયબર આર્થિક સલામતી છે.”

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!