Friday, October 23, 2026
HomeGujaratસુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન:૨૫.૬૫ કરોડથી વધુની કિંમતના હેરોઇન અને...

સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન:૨૫.૬૫ કરોડથી વધુની કિંમતના હેરોઇન અને એમડી ડ્રગ્સ સાથે દિલ્હીના ત્રણ કુખ્યાત શખ્સો ઝડપાયા

સુરત અને અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરીને અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પરથી રામોલ ટોલટેક પાસેથી દિલ્હીના ત્રણ કુખ્યાત શખ્સોને આંતરરાષ્ટ્રીય સ્તરના રૂ. ૨૫.૬૫ કરોડથી વધુની કિંમતના હેરોઇન અને એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

સુરત શહેર ક્રાઇમબ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમોએ સંકલન કરી આ ઓપરેશન પાર પાડ્યું હતું.પકડાયેલા આરોપીઓ પાસેથી નેટ વજન ૪ કિલો ૫૩૧ ગ્રામ હેરોઇન (જેની આંતરરાષ્ટ્રીય કિંમત આશરે રૂ.૨૨,૬૫,૬૧,૦૦૦ થાય છે) અને ૨ કિલો ૪૯૭ ગ્રામ મેફેડ્રોન અર્થાત્ એમ.ડી. ડ્રગ્સ (જેની કિંમત આશરે રૂ. ૨,૯૯,૭૪,૪૪૦ થાય છે) મળી કુલ રૂ. ૨૫,૬૫,૩૫,૪૪૦૫/- ની કિંમતનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૬ મોબાઈલ ફોન, રોકડ રૂ. ૮૩,૬૦૦ અને એક મહિન્દ્રા XUV કાર સહિત કુલ રૂ.૨૫,૭૧,૯૯,૩૪૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ આ ડ્રગ્સ ઇન્સ્ટન્ટ ડ્રિંક અને રેઇઝનટ્સના પેકેટોમાં છુપાવીને લાવતા હતા.

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં કફીલઅહેમદ ઉર્ફે જાવેદ અસારી અગાઉ એન.સી.બી. અને એ.ટી.એસ. ના ડ્રગ્સના અલગ-અલગ ગુનાઓમાં કુલ ૪૫ વર્ષની સજા પામેલ છે અને હાલ જામીન પર મુક્ત હતો. જ્યારે બીજો આરોપી તિફલે નૌખેઝ અગાઉ દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા ૩૩૦ કિલો અને ૫૪ કિલો હેરોઇનના કેસમાં પકડાયેલ કુખ્યાત શખ્સ છે તથા ત્રીજો આરોપી મોહમંદઇમરાન ઉર્ફે રાજા છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે હેરોઇનનો જથ્થો અફઘાનિસ્તાનના કંધહારથી રહેમત ગુલ નામના શખ્સે મોકલ્યો હતો અને એમ.ડી. ડ્રગ્સ રાજસ્થાનના ભવાની મંડી ખાતેથી ખરીદ કરવામાં આવ્યું હતું, જે જથ્થો રાજકોટમાં રહેતા અસલમ નામના શખ્સને આપવા માટે લાવ્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધાર અને અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!