Wednesday, October 23, 2024
HomeGujaratમોરબી : બેલા ગામ નજીક કારખાનાની ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, ૬ની ધરપકડ

મોરબી : બેલા ગામ નજીક કારખાનાની ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, ૬ની ધરપકડ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨નાં રોજ મોરબી તાલુકા પોલીસે બેલા ગામ નજીક લોડસ હોટલની સામે ક્રિષ્ના પ્રિન્ટ પેક નામના કારખાનાની ઓફિસમાં આરોપી અશ્વિનભાઈ ગોરધનભાઈ કાવર બહારથી માણસો બોલાવી જુગારનાં સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીનાં આધારે દરોડો કરી સ્થળ પરથી જુગાર રમતાં અશ્વિનભાઇ ગોરધનભાઈ કાવર , હરેશભાઈ મગનભાઈ વડસોલા , સંજયભાઇ દેવજીભાઈ લોરીયા, રોહિતભાઇ જયંતિભાઈ કુનપરા, પ્રાર્થભાઇ રમેશભાઈ કાવર અને સુરેશભાઇ મગનભાઈ જેઠલોજા એમ કુલ ૬ ઈસમોને રોકડા રૂ.૫૧,૦૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!