Thursday, October 10, 2024
HomeGujaratમોરબી : આરટીઓ અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપનાર ચાર ઈસમોની...

મોરબી : આરટીઓ અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપનાર ચાર ઈસમોની ધરપકડ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલ પાટીદાર ટાઉનશીપમાં રહેતા અને મોરબીમાં સહાયક મોટર વાહન નિરિક્ષક (એઆરટીઓ) તરીકે ફરજ બજાવતા અપૂર્વકુમાર ભગાભાઈ પટેલ (ઉ.વ.૩૫)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧ ના રાત્રીના રોજ વાહન ચેકિંગમાં હોય દરમિયાન રાત્રીના પોણા અગ્યારેક વાગ્યે માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીક ટ્રક નં. આરજે-૧૯-જીઈ-૨૬૬૭ માં ઓવરલોડ સામાન ભરેલ હોય જેથી તેને રોકી તપાસ હાથ ધરવામાં આવતા ગુજરાત રાજ્યનો વાહનનો ટેક્સ બાકી હોવાથી આરોપી કુશારામ ક્રિષ્નારામ કુમાર તથા ક્લીનર ઉદેસીંગ નેરાવરસિંગ રાઠોડ રહે બંને રાજસ્થાન વાળાને ટ્રક આરટીઓ કચેરી લઇ લેવા માટે કહેતા આરોપી કુશારામએ આરોપી વનરાજભાઇ ભાનુભાઈ કવાડીયાને ફોન કરી બોલાવેલ અને પોતાની ટ્રક ગાત્રાળ પાઈપની કંપની ભારત પેટ્રોલીયમ પાસે ધરમપુરના પાટિયા પાસે રોકી દઈને એઆરટીઓ અધિકારીએ ટ્રક કચેરીએ લઇ લેવાનું કહેતા હમણાં ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ વાળા વનરાજભાઈ આહીર આવે છે તેમ કહી ટ્રક રોકી દઈ આરોપી કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિ, ઉદેસીંગ દેરાવરસિંહ રાઠોડ, વનરાજભાઈ ભાનુભાઈ કવાડિયા અને ગણપતસિંગ પ્રેમસીંગ ચૌહાણએ તારાથી થઈ તે કરી લે તેમ કહી ફરિયાદી અપૂર્વકુમાર પટેલની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ગાળો આપી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ચારેય આરોપીઓને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!