મોરબી શક્તિ ચેમ્બર પાછળ તીનપતીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાછળ તીનપતીનો જુગાર રમતા હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, જીવણભાઇ મંગાભાઇ પીપરીયા અને હિતેષભાઇ જેરામભાઇ દુદકીયાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા ૩૪૪૦/- કબજે કરી તેમની વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મોરબી સિરામિક સિટીમાં જુગાર રમતા ચાર ઝડપાયા
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિરામિક સિટીમાં મેલડી માતાજીના મંદિર નજીક જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ત્યાંથી જુગાર રમી રહેલા મુન્નાભાઇ હંસરાજભાઇ વિંઝવાડીયા (ઉ.વ. ૨૧), રવીભાઇ વેલાભાઇ સોલંકી (ઉ.વ. ૨૪), લાલજીભાઇ રાઘવજીભાઇ તલવાડીયા (ઉ.વ.૨૭) અને ગાંડુભાઇ નોંધાભાઇ રાતડીયા (ઉ.વ. ૩૦) ને રોકડા રૂપીયા ૩૦૦૦/- સાથે ઝડપી પાડી ચારેય આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.