Saturday, October 12, 2024
HomeGujaratમોરબી : રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ૭૨માં વન...

મોરબી : રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

મંત્રીના હસ્તે ખોખરા હનુમાનજી ધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે

- Advertisement -
- Advertisement -

આવતીકાલે તા.૧૪/૦૮/૨૦૨૧ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખોખરા હનુમાનજી ધામ,બેલા-રંગપર,મોરબી ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે ૯:૧૫ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ સભ્યો, ધારાસભ્યો, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે શ્રીવાસ્તવ, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને મોરબીને હરિયાળું બનાવવા ખોખરા હનુમાનજી ધામ ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!