Sunday, December 29, 2024
HomeGujaratમોરબી : ધૂળકોટ ગામ નજીક ગાય સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત,...

મોરબી : ધૂળકોટ ગામ નજીક ગાય સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત, બેને ઇજા

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ધુળકોટ ગામની સીમમાં દામજીભાઇ છગનભાઇ ચીકાણીની વાડીએ રહીને ખેતમજૂરી કરતા મુકેશભાઇ ગુલાબસીંગ પલાસીયા ગત તા.૨૫ ના રોજ રાત્રિના બારેક વાગ્યાના અરસામા પોતાના હવાલાવાળુ મોટરસાઇકલ નં. જીજે-૧૦-બીક્યુ-૦૨૮૫ વાળુ લઈને ત્રિપલ સવારીમાં આમરણ ગામથી બે કીમી દૂર ધુળકોટ ગામ તરફ જતા રસ્તે પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ બાઈક અચાનક ગાય સાથે ભટકાતા ત્રણેય લોકો બાઈક ઉપરથી ઉથલી પડ્યા હતા જેમાં ગંભીર ઇજા થવાથી મુકેશભાઇ ગુલાબસીંગ પલાસીયાનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા વિક્રમભાઇ બીસનભાઇ હટીલા અને બીરસીંગ યેસુભાઇ હટીલાને ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!