મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થય અને જીવન સાથે ચેડા કરતા ડીગ્રી વગરના અને બોગસ મેડીકલ ડીગ્રી ધરાવતા નકલી ડોકટરોને શોધી કાઢવા સુચના મળતા એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ.આલ તથા એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગ માં હોય દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ વાધડિયા , યોગેશદાન ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે રંગપર બેલા રોડ પર બોગસ તબીબ પ્રેક્ટિસ કરે છે જેથી તબીબી અધિકારી ડો. કિરણ વિડજા, PHC રંગપર નાઓને સાથે રાખી રંગપર-બેલા રોડ પર આવેલ કોયો સીરામીકની સામે રામેશ્વર કોમ્પ્લેક્ષમાં ઓમ મેડીસીન નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડીર્ગી વગર આરોપી કિરીટ કેશવજીભાઇ રાચરીયા ઉ.વ.૩૭ ધંધો-મેડીકલ પ્રેકટીસ રહે. વિરપર તા.ટંકારા વાળાને ઓમ મેડીસન દવાખાનુ ચલાવી મેડીકલ પ્રેકટીશ કરી દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કીમત રૂપિયા ૧૭,૮૫૩ નો રાખી મળી આવતા મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો છે
આ કામગીરીમાં એસ.ઓ.જી.સ્ટાફ ASI રણજીતભાઇ ગઢવી, કિશોરભાઇ મકવાણા, HC જયપાલસિંહ ઝાલા, રસિકભાઇ કડીવાર, PC ધર્મન્દ્રભાઇ વાધડિયા, સતિષભાઇ ગરચર, યોગેશદાન ગઢવી, સંદિપભાઇ માવલા તથા WLR પ્રિયંકાબેન પૈજા સહિતનાઓ રોકાયેલા હતાં.









