Wednesday, January 15, 2025
HomeGujaratરાજપર રોડ પર સ્ટીલના કારખાનામાં જુગાર રમતા કારખાનેદાર સહિત છને ઝડપી લેતી...

રાજપર રોડ પર સ્ટીલના કારખાનામાં જુગાર રમતા કારખાનેદાર સહિત છને ઝડપી લેતી મોરબી એ ડિવિઝન પોલીસ:૨૮.૭૬ લાખનો મુદ્દામાલ ઝડપાયો

મોરબી : મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સ્ટાફે આજે બાતમીના આધારે સ્ટીલના કારખાનામાં જુગારની રેડ કરી રોકડા રૂ.૮,૭૬,૫૦૦ તથા બે ક્રેટાકાર કિ.રૂ.૨૦,૦૦૦૦૦- મળી કુલ મુદામાલ રૂ.૨૮,૭૬,૫૦૦/-ના જુગાર ના મુદામાલ સાથે કારખાનેદાર સહીત છે આરોપીઓને પકડી પાડેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય જેથી મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ એમ.પી.પંડયાને ખાનગીરાહે બાતમી મળેલ કે રાજપર રોડ ઉપર આવેલ સીટી એલ્યુમિનીયમ એન્ડ સ્ટીલ ના કારખાનામાં જુગાર ધામ ચાલુ છે.

જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડીને કારખાનાના માલીક કિશોરભાઇ છગનભાઇ સનીયારા (રહે.મોરબી રવાપર રોડ પ્રમુખ રેસીડેન્સી સોસાયટી) સહિત નિલેષભાઇ દેવકરણભાઇ સંઘાણી (રહે.ચાચાપર તા.મોરબી), નિલેષભાઇ કેશુભાઇ સનીયારા (રહે.મોરબી નવાબસસ્ટેન્ડ પાછળ રાધાપાર્ક, મહેશભાઇ બાલાજીભાઇ સનીયારા (રહે ચાચાપર તા.મોરબી), રમેશભાઇ શીવાભાઇ વનગરા (રહે.મોરબી રવાપર ધુનડારોડ ક્રિષ્ના સ્કુલની પાછળ આઇડીયલ એપાર્ટમેન્ટ ફલેટ), નિલેશભાઈ ચંદુભાઈ ભીમાણી (રહે ચંદ્રેશનગર મેઈન રોડ નવયુગ સ્કુલની પાછળ મોરબી) વાળાને રોકડ રકમ રૂ.૮,૭૬,૫૦૦/- તથા બે ક્રેટાકાર કિ.રૂ.૨૦,૦૦૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૨૮,૭૬,૫૦૦/- સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી માં એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઈ એમ.પી.સોનારા, એએસઆઈ કિશોરદાન ગઢવી, કિશોરભાઈ પારધી, મનસુખભાઈ દેગામડીયા, નંદરામભાઈ મેસવાણિયા, આસિફભાઈ રાઉમા, અરજનભાઈ ગરીયા, તેજાભાઇ ગરચર, સિદ્ધરાજસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, જગદીશભાઈ ચૌહાણ અને ભરતભાઇ ગોઢાડીયા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!