મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદારાની સુચના તેમજ ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઇ. બી. પી. સોનારાની સુચના મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફનાં પીએસઆઈ વી.જી.જેઠવા સહિતની પોલીસ ટિમ પેટ્રોલીંગમાં હોય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ આશિફભાઈ રાઉમા અને ભાનુભાઈ બાલાસરાને ખાનગી રહે બાતમી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું એકટીવા બાઇક લઇને ઘુનડારોડ તરફ થી પસાર થવાનો હોય જેથી પોલીસ વોચમાં હતાં ત્યારે નંબરપ્લેટ વગરનું એકટીવા મોટર સાયકલ નિકળતા તેને રોકી તેનું નામ પુછતા પોતે પોતાનું નામ ભાવેશ ઉર્ફે ભાવલો ચતુરભાઇ વડઘાસીયા રહે.રાજકોટ મવડી ચોકડી જલારામ સોસાયટી શેરી નં.૦૧ “મહાબહુચરાજી કૃપા” વાળો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે એકટીવાના કાગળો માંગતા તેની પાસે કાગળો ન હોય એન્જીન ચેસીસ નંબર પોકેટકોપ દ્વારા સર્ચ કરતા તેમજ શંકાસ્પદ વ્યક્તિ પૂછપરછ કરતા મોટર સાયકલ મોરબી મહેશ હોટલ પાસેથી ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું તેમજ અન્ય ગુનાઓ માટે પૂછતાં તેણે પાંચ દિવસ પહેલા રાજકોટ શહેર ભુતખાના ચોક પાસેથી એક હોન્ડા એવીએટોર મોટર સાયકલ નં. જીજે-૦૩-ડીએમ-૩૨૫૮ કિં. રૂ. ૩૦,૦૦૦/- કબ્જે કરી રાજકોટ શહેર સીટી એ ડીવીઝીન પોલીસ સ્ટેનશમાં જાણ કરવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં પીઆઇ બી. પી. સોનારા , પીએસઆઈ વી.જી.જેઠવા , પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઇ મઢ, મનસુખભાઇ દેગામડીયા, કિશોરભાઇ મિયાત્રા, મહાવીરસિંહ પરમાર, પોલીસ કોન્સટેબલ ભાનુભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, સમરથસિંહ ઝાલા, ભરતભાઇ હુંબલ, સંજયભાઇ બાલાસરા, ભાવેશભાઇ મિયાત્રા સહિતનાઓ જોડાયેલા હતાં.