Saturday, October 5, 2024
HomeGujaratમોરબી : ઉંચી માંડલ ગામે ફ્રેન્ડ સાથે વાત કરવા બાબતે બઘડાટી

મોરબી : ઉંચી માંડલ ગામે ફ્રેન્ડ સાથે વાત કરવા બાબતે બઘડાટી

ચાર શખ્સોએ હુમલો કર્યાની નોંધાઈ ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ પ્રભુકૃપા રેસીડન્સી રોયલ પાર્કની સામે બ્લોક નં. ૩૦૩ માં રહેતા વિજયભાઇ દિલીપભાઇ અઘારા (ઉ.વ.૨૫)એ આરોપીઓ સાગરભાઇ તથા તેની સાથેના અજાણ્યા ત્રણ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ભાઇનો સાળો નિશાનભાઇએ આરોપીની ફ્રેન્ડ સાથે ફોનમા વાત કરેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીના ભાઇના સાળા નિશાનભાઇને ફોન કરી હેરાન કરતો હોય જે બાબતે સમાધાન કરવા ફરીયાદી જતા સમાધાન કરવાની ના પાડી હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓ ગઈકાલ તા.૨૨ ના રોજ બપોરના બે થી અઢી વાગ્યાના અરસ્સામાં ફરિયાદીની ઉચી માંડલ ગામના બસ સ્ટેન્ડ સામે સતનામ કોમ્પલેક્ષમાં આવેલ જલારામ એલ્યુમિનીયમ દુકાને અલ્ટો કારમા આવી ધોકા તથા છરી જેવા હથીયાર વડે ફરીયાદીને જમણા હાથમા તથા વાસામા ધોકા વડે મુંઢ ઇજા કરી તથા પેટના જમણા પડખામાં છરી વડે ગંભીર ઇજા કરી અને ફરીયાદીને ધોકા વડે મુંઢ માર માર્યો હતો. આથી ફરીયાદીને સાથેના સુખદેવસિંહ પરમાર છોડાવવા જતા આરોપીઓએ તેમને પણ ધોકા વડે માથામા તથા શરીરે મુંઢ ઇજા પહોચાડી બન્ને અલ્ટો કાર લઇ ભાગી ગયા હતા. બનાવની ફરિયાદનાં આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!