Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : લગધીરપુર ગામે ભેંસ ચારવા બાબતે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ

મોરબી : લગધીરપુર ગામે ભેંસ ચારવા બાબતે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ

મારામારીનાં આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના લગધીરપુર ગામે રહેતા ભાવનાબેન ગોવિંદભાઇ ખાણધર એ આરોપી દેવરાજભાઇ મેરાભાઇ ખાણધર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાની ભાયુભાગમાં આવેલી જમીન પાસેના ખરાબામાં ભેંસ ચરાવતા હતા જે આરોપી દેવરાજભાઇને સારું નહિ લાગતા ફરિયાદી ભાવનાબેનને ગાળો બોલી લાકડી વતી મુંઢ માર મારી હવે જો ભેસો ચારવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી દેવરાજભાઈની અટકાયત કરી હતી. તો સામાપક્ષે દેવરાજભાઈ મેરાભાઈ ખાણધર (રહે.લગધીરપુર)એ પણ ભાવનાબેન ગોવિંદભાઇ ખાણધર વિરુદ્ધ પોતાની જમીનમાં વાવેલી જુવારમાં ભેંસ આવી જતા બહાર કાઢવાનું કહેવા છતા ભેસ બહાર કાઢી ન હોય જેથી દેવરાજભાઇએ ભેંસ બહાર કાઢવા હાકોટો મારતા ભાવનાબેને ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને લાકડી વડે ગળા, મોઢાનાં ભાગે તથા બરડાનાં ભાગે ઇજા કરી હવે જો ભેંસ બહાર કાઢશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મહિલા ભાવનાબેન વિરુદ્ધ પણ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!