Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : વીસીપરામાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, બે મહિલા સહિત આઠની...

મોરબી : વીસીપરામાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, બે મહિલા સહિત આઠની ધરપકડ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબીના વીસીપરામાં આવેલ રમેશ કોટન મીલની ચાલીમા રહેતી મુમતાજબેન ઇરફાનભાઇ સુમરા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાનાં સાધનો પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરી સ્થળ પરથી જુગાર રમતા મુમતાજબેન ઇરફાનભાઇ સુમરા, મયુરભાઇ ગીરધરભાઇ જંજવાડીયા, મુસ્તાકભાઇ હુસેનભાઇ સુમરા, સોહીલભાઇ રસુલભાઇ સુમરા, મનીશભાઇ ચંદુભાઇ સાંતલીયા, કાસમભાઇ હુસેનભાઇ સુમરા, શબીરભાઇ સલીમભાઇ દલ, રજીયાબેન કાસમભાઇ સુમરાને રોકડા રૂ. ૩૩,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!